નિશા આજે કઈક અલગ જ વિચારો માં હતી. તે પોતાના ઘરની બાલ્કની જે તેની આખા ઘર માં મનપસંદ ની બેઠક હતી ત્યાં આવી ને બેઠી. હાથ માં રહેલ ચાનો કપ પણ ઠંડો થઈ ગયો હતો પણ તેનું તેને ભાન ન હતું. તે ના મન માં રૂપાલી ના બોલેલા શબ્દો જ ફરતા હતા. કેટલા સમય પછી રૂપાલી આજે ઘણી વાર ના આગ્રહ પછી ઘરે આવેલી . બંને ખાસ મિત્ર અને દૂર ના કોઈ ખાસ કુટુંબી પણ હતા. અવારનવાર બંને મળતા હતા અને સુખ દુઃખ ની વાતો કરતા. રૂપાલી એક વેડિંગ પ્લાનર કંપની માં જોબ કરતી