“ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો...” “ પિતૃગૃહે જેમ વધે કુમારિકા..” એમજ પિતૃકુલક્યારામાં પાંગરી રહેલ તુલસીના છોડ સમી સુચિતા નાં લગ્ન નો અવસર આંગણે છે. મંડપ રોપાઈ ગયો છે. ઢોલ શરણાઈ વાગે છે. જાન આગમન નો સમય થઈ ગયો છે. ને બીજી બાજુ સુચિતા ને અંગે પીઠી ચોળાઈ ગઈ છે. વહેલી પરોઢે ગણેશ સ્થાપના કરી ને ગણેશ પુજન પણ સંપન્ન થયું છે ને હવે સુચિતા ને એની સખીઓ નવવધૂ નાં શણગાર સજવા લઈ જાય છે. વાજતેગાજતે જાન નું આગમન થયું છે ને એવે