અનિકેત નખશિખ પ્રતિકૃતિ અનેરીનાં આદર્શની....આજે આટલી નજીક હોવા છતાં શા માટે હૃદય એવું ઈચ્છે છે કે હવે વધારે વાત નથી કરવી?આ પ્રશ્ન અનેરી ને વારંવાર વ્યસ્તતામાં વિચારતી કરી દેતો.,. પરંતુ ઈશ્વર પ્રામાણિક બની હૃદયમાં વસવા લાગે ત્યારે વહેતી જતી લાગણીઓને કોણ રોકી શકે? વહેલી સવાર નું પહેલું કિરણ અને અનિકેત માટે ઈચ્છાનું .એક નિખાલસ ઈચ્છા અનેરીનું હાસ્ય અને હકારાત્મક ઊર્જા મેળવવાની ઇચ્છા.... એવી ઉર્જા જેમાં મૈત્રી અને કદાચ પ્રેમ પણ સમાવિષ્ટ હોય છે જે પોતાના પ્રિયતમને શોધી જ લે છે.અનિકેત:-"હેલો ગુડ મોર્નિંગ."અનેરી:-"ગુડ મોર્નિંગ સર."અનિકેત:-"શું વિચારતા હતા ?"અનેરી:-"તમને શું લાગે?"અનિકેત:-"ભાવિ વિષે?"અનેરી:-"હું ભાવીની કલ્પના