કિલ્લાનું કવન - 4

  • 2.8k
  • 918

"સુપ્રભાત કવિરાજ! આવીને સારી નિંદર?" ઝાંપો એલાર્મ વાગતો હોય એમ બોલ્યો. "ગામની આ મંદ મીઠી ઠંડી હવાનો લાભ અમારા શહેરી લોકોને ક્યાંથી." આંખો ચોળતો શરદ ઉઠી બોલ્યો. "આજ તો મારે જાવું છે, બસ આવે એટલી વાર." આજ બે દિવસ પછી મારી ઢીંગલીને જોઇશ. એ પણ મને જોઈને એવી હરખાશે કે મારો મુસાફરીનો બધો થાક ઉતરી જશે. ઝાંપો થોડો નિ:શાસો નાખી બોલ્યો, "હવે ક્યારે કોક તમારા જેવું શોખીન માણસ અહીંયા આવશે અને વાતો સાંભળશે?" થોડું અટકી ઝાંપા એ કીધું "હવે આવતા મહિને વણઝારા અહીં આવી પોતાના તંબુ નાખી થોડો સમય રોકાશે પછી પાછું આ ગામ સુમસાન હું એકલો ઉભો હવા