પંજાબી કુલ્ફી

(16)
  • 4.8k
  • 1.3k

કહું છું....સાંભળો છો...? સવાર માં બહાર હિંચકે બેસી છાપું વાંચતા રાહુલ ને ટિફિન તૈયાર કરતી સૌમ્યા એ રસોડા માં થી ટહુકો કર્યોં.... રાહુલે છાપા માં થી માથુ ઉંચું કર્યા વિના જ કીધું.. હમ્મ ... સૌમ્યા ને લાગ્યું રાહુલ ને મારી વાત માં રસ નથી એટલે એ બહાર આવી બોલી.. આ સન્ડે આપણે ગાંધીનગર ફરવા જઈશું ને મારાં ફોઈ ત્યાં રહે છે, પણ આ લોકડાઉન પછી ગયાં જ નથી તો એમને ત્યાં પણ જતા આવીશું.... રાહુલ સૌમ્યા ની સામું જોઈ રહ્યો... શું તું તો દર રવિવારે કંઈક નું કંઈક બહાર જવા નું ગોઠવી જ કાઢે છે સૌમ્યા.... માંડ અઠવાડિયે એક રજા આવતી