*આત્મબળ નું મહત્વ* ટૂંકીવાર્તા...૨૪-૭-૨૦૨૦. શુક્રવાર...આજે દસ દિવસથી પથારીમાં પડી હતી ભારતી.. આજથી છ વર્ષ પહેલાં પણ કમરમાં મણકા, ગાદી માં જગ્યા અને સાયટીકા નસ દબાઈ જવાથી સ્પાઈન સ્પેશિયલ ડોક્ટર ભરત દવે એ છ મહિના ટોટલી બેડરેસ્ટ કરાવી દીધી હતી પણ ત્યારે દિકરો પરણાવવાનો બાકી હતો એટલે આત્મબળ ડગ્યુ નહીં... અને ચેહર મા, દયાળુ દાદા ની કૃપા અને ગુરુ અનસૂયા મા ની હિલગ, દુવાઓ થી હરતી ફરતી થઈ ગઈ અને ઓપરેશન માં થી પણ બચી ગઈ...પણ આ વખતે કાનનાં દુખાવાની દવા લેવા ગઈ અને સ્કૂટર પર થી પડી ગઈ એટલે એટલી ડરી ગઈ ભારતી કે હવે એ પેહલા ની જેમ હરી