આઇસોલેશન - 2

(28)
  • 2.6k
  • 5
  • 846

મમ્મીને પપ્પાના દાખલ થવાની વાત કરવાની નહોતી. અને એમ પણ મોબાઈલમાં વાત થવાની કે કોઈને મળવા દેવાનું હતું નહીં એટલે એ બહુ અઘરૂ પડ્યું નહીં. મમ્મીને હોસ્પિટલમાં આજે સાતમો દિવસ હતો. ધીમે-ધીમે એમના વિચારોને નવો વળાંક મળ્યો હતો, ''આજ સુધી હું આવી રીતે રહી જ નથી, ના ઘરની કોઈ જવાબદારી કે ના છોકરાઓ સાચવવાનું ટેંશન. આખી જિંદગી મારી તો આમ જ પુરી થઈ ગઈ. પરણીને આવી, ત્યારે પંદર જણના ભર્યા ઘરમાં આખો દિવસ આવતા મહેમાનોની સરભરામાં અને દેરીયા-નણંદોને પરણાવી એમના વહેવારોમાં જ યુવાની વીતી ગઈ. એક પછી એક ટીના, હિરેન અને મિલનને ઉછેરવામાં અને પરણાવવામાં ઘરડી થઈ. પહેલા હતું, કે