આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-12

(30)
  • 4.9k
  • 5
  • 1.5k

"આસ્તિક"અધ્યાય-12 આખા પાતાળ લોક નાગલોકમાં ભવ્ય ઉત્સવની તૈયારીઓ ચાલી રહી હતી. જન્મોત્સવને ઉજવવા બધાં ઉત્સાહીત હતાં. રાજકુમારી જરાત્કારુ માં બની ગયાં હતાં. બંન્ને જરાતકારુ બેલડી આનંદમાં વિહાર કરી રહેલાં. પૂર્ણકળાએ ખીલ્યો હોય એવાં ચંદ્ર જેનો દેખાતો રાજકુમાર બધાને વ્હાલો લાગી રહ્યો હતો. વાસુકીનાગ તથા અન્ય નાગ સર્પ ખૂબ ખુશ હતાં કે એમનાં કુળને બચાવનાર બાળકે જન્મ લઇ લીધો હતો. એનાં જન્મની ખુશાલીમાં ઉત્સવની તૈયારી ચાલી રહી હતી. દેવલોકમાં પણ બાળકનાં જન્મની ખુશાલી હતી. ચોક્કસ લક્ષ્ય અને સંકલ્પ સાથે બાળકનો જન્મ થયો હતો. માં જરાત્કારુ આખો વખત પુત્રને જોયાં કરતા અને વ્હાલ કરતાં. ભગવન જરાત્કરુ પુત્રને ખોળામાં લઇને ખૂબ પ્રેમ કરતાં