આપ્યું હયાતીમાં જ્ઞાન

(18)
  • 2.4k
  • 2
  • 830

*આપ્યું હયાતીમાં જ્ઞાન* ટૂંકીવાર્તા... ૧૯-૭-૨૦૨૦ રવિવાર..અચાનક મહામારી નાં ચક્રમાંથી હજુ ‌તો દેશ કે ધંધા બેઠાં થયાં નથી પણ જિંદગી થોડી ધબકતી થઈ છે..સાંજે ઓફિસે થી આવી અજયે ફ્રેશ થઈ પ્રિયા ને પુછ્યું કે આજે જમવા મા શું બનાવ્યું છે ???પ્રિયા બોલી બટેટા ટામેટા નું શાક પરોઠા... વઘારેલી ખીચડી અને વઘારેલુ દહીં..... તમને ભાવતું...ડાઇનિંગ ટેબલ ની મુખ્ય ખુરશી..જેના ઉપર પરિવારના કોઈ સભ્ય બેસવાની ઈચ્છા નથી કરતો તે ખુરશી પર બેઠેલા અરવિંદ ભાઈ...સ્વભાવે કડવા લીમડા જેવા પણ તેની ઠંડી છાયા..તેમની હાજરી માં કોઈ અજાણી વ્યક્તિ અથવા કોઈ કાન ફંફોસી કરવા આવે તો એ વ્યક્તિનો અંદર પ્રવેશ થતો જ નહીં અને થાય તો પણ