ધ્યેય વિના સિધ્ધિ કેવી? – દિવ્યેશ ત્રિવેદી

  • 1.7k
  • 558

કેટલીક વાર સાવ સીધી સાદી વાત પણ આપણા દિમાગના દરવાજાની બહાર જ ઊભી રહી જાય છે. સિકંદર શાથી વિશ્વવિજેતા બન્યો એવો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણને તરત થાય કે આ તે કંઈ સવાલ છે? એ સમ્રાટ હતો, શક્તિશાળી હતો, એની પાસે મોટું સૈન્ય હતું, સૈનિકો સમર્પિત હતા, ધન અને શસ્ત્રો હતાં. એથી એ વિજેતા બની શક્યો. આ તે કંઈ પૂછવાની વાત છે? પરંતુ ખરું જોવા જઈએ તો આ બધા જવાબો સાચા હોવા છતાં અધૂરા છે. પરંતુ આપણે એ રીતે વિચારતા નથી એટલે જ એનો સાચો અને સંપૂર્ણ જવાબ દરવાજાની બહાર રહી જાય છે. વિશ્વ વિજેતા બનવા માટે આ બધાં