સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 6

  • 7.3k
  • 2
  • 2.6k

:::મૂલાધારચક્ર – ચક્ર વ્યવસ્થાનો આધારસ્તંભ::: કોઈ પણ પ્રકારની સાધના જાણતાં-અજાણતાં થતી ચક્રયાત્રા જ છે તે વાત થઈ. ચાલો હવે નીકળી પડીએ તે યાત્રા પર. શરૂઆત કરીએ મૂલાધારચક્રથી. ચક્રયાત્રાનું પહેલું સોપાન એટલે મૂલાધારચક્ર. ::વૈકલ્પિક નામ, શરીરમાં સ્થાન, રંગ, તત્ત્વ, બીજ મંત્ર:: સૌથી નીચેનું, પાયાનું ચક્ર છે 'મૂલાધારચક્ર'. Root Chakra અથવા Base Chakra પણ કહેવામાં આવે છે. જ્યાં સ્થૂળ શરીરમાં બે પગ જોડાય છે તે ભાગ, ગુદાદ્વાર અને જનનેન્દ્રિયની વચ્ચેનો ભાગ (જ્યાંથી ભીમે જરાસંઘના બે ફાડીયાં કરેલાં તે), જેને સીવની, અંગ્રેજીમાં Perineum કહે છે તે ભાગમાં (પ્રાણશરીરમાં) મૂલાધારચક્રનું સ્થાન છે. આ પહેલાં આપણે જે જોઈ ગયાં તે નાડીઓ પણ અહીંથી જ