શિલ્પા આજે ખુબ ખુશ હતી આજે તેની લગ્ન ની એનિવર્સરી હતી ત્રણ વર્ષ વીતી ગયા લડતા ઝગડતાં, આજે કેટલા દિવસે તેનો પતિ રાકેશ તેને લઈને ફિલ્મ જોવા જવાનું કહીને ઓફીસ ગયો હતો. શિલ્પા અરીસા માં તૈયાર થતા થતા પોતાને નિહાળી રહી હતી આજે પણ તે કેટલી સુંદર લાગતી હતી,આજે તેને રાકેશ ની ગમતી આસમાની રંગની સાડી પહેરી હતી જે તેના ગોરા વાન પર ખુબ શોભતી હતી. ઘરનું દરેક કામ પૂરું કરીને તૈયાર થઈને શિલ્પા રાકેશ ની રાહ જોવા લાગી પણ રાકેશ આવ્યો નહિ રાત ના આઠ વાગતા શિલ્પા રડતા રડતા જમવાનું બનાવવા ચાલી ગઈ. શિલ્પા વિચારવા લાગી કે એવું તો