લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-1

(44)
  • 5.7k
  • 3
  • 2.1k

આવ બેસ મારે તારી જોડે વાત કરવી છે. અરે મમા પછી શાંતિ થી વાત કરીશું ઉતાવળ શું છે? હું બે વિક અહીજ છું. મારે હાલ આશકા ને મળવા જવું છે.અરે બેટા આવ્યા પછી મમ્મી પપ્પા જોડે સમય તો કાઢ, આમ ફ્રેન્ડ માં પડી રહીશ તો અમારો વારો કયારે આવશે. કનિકાબેન નિરાશ થઈ બોલ્યાં. તેમનાં મુખ પરનાં અણગમા ની અનન્યા એ નોંધ લીધી.અનન્યા ને લાગ્યું મમ્મી વધારે પડતી સીરીયસ વાત કરવાની લાગે છે. તેને ડ્રોઇંગ રૂમ ની બારી ખોલતા મમા તું કઈ કહેવા માગે છે? જરૂરી છે? પછી વાત કરીએ તો નહી ચાલે? અનન્યા એ હાલ મિત્રતા નિભાવવા ના અભરખા હતાં, બહાના કાઢી બહાર જતાં રહેવું