એઝ ઑલ્વેસ મીલીના ફોન ને વધારે મહત્વ આપે છે.અને લાઈટ ઓન કરવાને ઓછું.અને અંધારામાં જ વાર્તાલાપ ચાલુ રાખે છે.થોડીવાર પછી મીલીના પણ અંગ્રેજી પરથી રશિયન ટ્રેક પર આવી જાય છે.અને તે શું બોલી રહી છે તેે કશીજ સમજ નથી પડતી.બસ મીલીના અને સામેવાળી વ્યક્તિ જ જાણે છે કે વાર્તાલાપમાં શું બોલાઈ રહ્યું છે.મીલીના એ ઘાટા અંધકારમાં પણ એક હાથથી મોબાઈલ પકડીને કાન પર રાખ્યો છે અને બીજો હાથ હોઠ પર મૂકીને અત્યંત ધીરેથી રશિયન લેંગ્વેજમાં વાત કરી રહી છે.અને વચ્ચેે વચ્ચે યા યા કરી રહી છે.બીજુંં કશું તો નથી સમજાતું પરંતુ વાર્તાલાપમાંં સીમેનલ ડ્રોપ્સ અને ડીએન એ જેવા શબ્દો ત્રણથી