સરનામું

(14)
  • 3.1k
  • 1
  • 977

સરનામું વનિતા કાનજીભાઇ અને જમનાબેનનું પ્રથમ સંતાન.વનિતા પછી કાનજીભાઈ અને જમનાબેનને સંતાનોમાં બે પુત્રો,પણ બાળપણથી વનિતા ખુબ જ હોશિયાર અને સમજુ. જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેમ તે ઘરના કામકાજમાં કુશળ થતી ગઈ.ધીમે ધીમે સમય જતો ગયો વનિતા ઉંમરલાયક થઈ અને કાનજીભાઈએ ખુબ સારો છોકરો જોઈ તેના લગ્ન મદનપુરના વેપારી એવા મહેશ ઠાકર સાથે કરાવ્યા.તે આટલા વર્ષથી જે ઘરને પોતાનું માનતી હતી,આજે તેને તે ઘરમાંથી વિદાય લેવાની હતી.તે વારંવાર પોતાના ઘરને જોયા કરતી હતી.બાળપણથી વનિતા માટે તો,’ આ ઘર જ મારું છે’ એવી દ્રઢ માન્યતા હતી.પણ જયારે તેના માતા-પિતાના મોઢે શબ્દો સાંભળ્યા,” બેટા તું હવે તારા ઘેર,તારે