ગ્રાહક રાજા

  • 2.4k
  • 584

ગ્રાહક રાજા ગલ્ફ કન્ટ્રીની શુક એટલેકે બઝાર હતી. ભીડ ભારતની સામાન્ય ગલીકુંચી જેટલી, ભારતમાં જેને આવનજાવન કહે એટલી. અહીં એ ભીડ લાગે. સાંજનો સમય હતો. LED લેમ્પ રંગબેરંગી પ્રકાશ આપતા હતા, ત્યાંના રાહદારીઓના દિસદાશા કહેવાતા સફેદ ઝબ્બાપરથી મેઘધનુષના સાત રંગો પરાવર્તિત થતા હતા. નજીક એક દુકાનોની હારમાં ગોલ્ડ સુક એટલે કે સોનીબજાર હતી, જ્યાં એકદમ ચળકતા જાડા સોનેરી હાર, સુંદરીઓનાં ઉભારવાળાં બસ્ટ પર પહેરાવેલા સેટ, કાનમાં એરિંગ વગેરે લોકોનું ધ્યાન ખેંચતાં હતાં.એક ખૂણામાં આગળપાછળ કરી પાર્કિંગમાં બને એટલી રાજમાર્ગ નજીક કાર પાર્ક કરી એક કુટુંબ ઉતર્યું. સ્ત્રીએ બુરખો પહેરેલો. આ દેશમા સ્ત્રીઓ આબાયા નામે ઓળખાતો કાળો ઝબ્બો પહેરે છે પણ મોં