પુનઃ જન્મ

  • 4.1k
  • 2
  • 1.3k

હીમાદ્રી સાત વર્ષની થઈ. એ એકદમ અનોખી છોકરી હતી. એની દુનિયામાં જ મગ્ન. એની મમ્મી શિવા સતત એની ચિંતામાં વ્યથિત રહેતી. એ નાદાન નહોતી જાણતી કે એની દીકરી આ દુનિયાની વ્યક્તિ છે જ નહીં.એ હમેંશા એક જ વાત કરતી કે મેં મહેનત કરી પણ સફળતાની ચાવી હાથ ન લાગી. આવી નાની છોકરી આ વાત કહેતી ત્યારે શિવા મનોમન મુંઝાતી. એકવાર રાત્રે શિવા ઊઠી અને હીમાદ્રીના રૂમ તરફ ડોકાઈ. એની આંખો સ્થિર થઈ ગઈ. હીમાદ્રીની આંખોમાંથી એક તેજપુંજ સીધો આકાશને સ્પર્શતો હોય એવું લાગ્યું. એ ડરીને એની રજાઈમાં ભરાઈ ગઈ. આ વાત એ કોને કરવી એવી અસમંજસે બિમાર પડી.