Part :- 9 "એટલે તુ એમ કહેવા માંગે છે કે ગરિમા અને મિ.સેન એ બન્ને મળેલા છે?" મેહુલ આશ્ચર્ય સાથે પૂછી રહ્યો હતો. વંશે આવીને સીમા અને મેહૂલને બધું જણાવી દીધું હતું. "મને શક તો હતો જ એટલે મેં ગરિમા નો પીછો કર્યો અને મારો શક સાચો જ પડ્યો." વંશ એકદમ વિશ્વાસથી બોલી રહ્યો હતો. "પણ તને એવું કેમ લાગ્યું??" હવે સીમાએ પ્રશ્ન કર્યો. "કારણકે મે કોર્ટમાં નોટિસ કર્યું હતું કે ગરિમા હંમેશા હોસ્પિટલ ને જ ખોટી સાબિત