Relation Between Man Animal

  • 2.1k
  • 2
  • 576

-: માનવી અને જનાવર વચ્ચેના અદ્દભુત પ્રેમનુ નિરુપણ :- દિપક ચિટણીસ(dchitnis3@gmail.com) આનંદપુરના એ ખૂણામાં ઝૂંપડાં જેવાં માત્ર ત્રણ મકાનો, પોતાના દેખાવથી આવતાંજતાંનું લક્ષ ખેંચી રહેતાં. જૂની ખખડધજ આમલી ત્રણે મકાનોને ઢાંકતી. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઊડતા. પતરાનાં, પાટિયાનાં અને ગૂણિયાંનાં, એમ અનેકરંગી થીગડાં મારેલી ખડકી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલતૂટેલ સાદડી પર ઇસો ભાટી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. ઇસા ભાટીએ સોના-રુપાનાં વાસણથી માંડીને ઠીંકરાની ફૂટેલી હાંડલી સુધી બધી તડકાછાંયા જોઇ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત માબાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. હજી એને સાંભરતું