સફળતા થી વધુ સંઘર્ષ મહત્વનો - ક્રિમા પટેલ

  • 3.9k
  • 1.1k

રોજ સવાર ના લગભગ દસ વાગ્યા ની આસપાસ ઝારા ની મા એને ઉઠાવીને જ જંપતિ , આખી રાત વાંચીને તે ગાઢ નિદ્રા માં હોય એટલે મા ની દસ-પંદર બુમો પડ્યા બાદ માંડ માંડ એનાથી આંખો ઉઘેડાતી પણ આજ ની સવાર કાંઈક જુદી હતી, મા એ પુરા બે કલાક વેલા ઉઠાડી ને ઝારા ને હચમચાવી દીધી હતી. નાહી-ધોઈ ને, સવાર નો પહેલો માં ના હાથ નો નાસ્તો કરવા આઈ ત્યારે ચૂપચાપ નાસ્તો કરી રોજ ની જેમ વાંચવા બેસી ગઈ , ત્યારે આ જોઈ તેની માં એને સંભળાય એમ રસોડા માંથી મોટા અવાજે બોલી, "અરે સાંભળો છો આજે ઝારા ને યુનિવર્સિટી ની