વીરવધૂ

(21)
  • 2.9k
  • 1k

''ક્યાં જવાનું છે મમ્મી?આજે કેમ મને નવા કપડાં પહેરાવ્યા?'' - આવુ પુછતાંની સાથે આશી ખુશ થઈ ગઈ. "બેટા, આજે છવ્વીસ જાન્યુઆરી છે.' - અનિકાએ આશીને ખોળામાં બેસાડી માથું ઓળવા માંડી. અણસમજ આશીને કઈ સમજ ના પડી પણ એના મનમાં એના વિષે સવાલોના વમળો વહેવા માંડયા. " એટલે શું હોય મમ્મી? આપણે ક્યાં જઈએ છીએ?"- ઘણાં દિવસોથી ઘરમાં જ આશીના મનમાં બહાર જવાના ખ્યાલથી ખુશાલી છવાઈ ગઈ. " બેટા આપણે ફ્લેગ હોસ્ટિંગ કરવા જવાનું છે." " ફ્લેગ? પેલો જ ને જે પાપાનાં ફોટા આગળ મુકેલો છે?" " હા દીકરા, એ જ