શરૂ કરે એ જ પૂરું કરે!

(682)
  • 1.5k
  • 2
  • 540

કોઈક માણસને કશીક સફળતા પ્રાપ્ત કરતો જોઈએ કે કોઈક સિધ્ધિ મેળવતો જોઈએ ત્યારે સામાન્ય રીતે આપણા મનમાં બે પ્રકારની લાગણી થતી હોય છે. એક તો એ કે આ માણસને જે મળ્યું એ મને નથી મળ્યું. આ પ્રકારની વંચિતતાની લાગણી ઈર્ષામાં પરિણમે છે. આપણે એમ કહીને આપણા મનને સમજાવીએ છીએ કે એને નસીબથી સફળતા મળી ગઈ છે અથવા અન્ય લોકોએ કે પરિબળોએ એને સાથ આપ્યો છે. બીજી લાગણી એવી પણ થતી હોય છે કે એમાં શું થઈ ગયું? મેં જો કર્યું હોત તો હું પણ સફળ થયો હોત. એક ત્રીજી પણ લાગણી થતી હોય છે કે એ