અભ્યુદય - 4

(23)
  • 3.9k
  • 1.4k

અભ્યુદયભાગ - 4સવાર થતા જ મુખીજી નાથુ અને ડ્રાઇવરને લઈ નીકળી પડ્યા. કોલેજ પોહચતા જ તેમને કલાકની ઉપર સમય નીકળી ગયો. કોલેજ પોહચી પ્રિન્સિપલ સરને મળ્યા. પણ એમનું કહેવું હતું કે કાલે અવધિ કોલેજ આવી જ ન હતી. ખરેખરી ચિંતા હવે વધી હતી. અવધીનાં ક્લાસ પ્રોફેશરનું કહેવું હતું કે, તે હોશિયાર સ્ટુડન્ટ છે. ખાસ કારણ વિના તે ક્યારેય ગેરહાજર ન રહેતી. બધાનું એ જ કહેવું હતું. છોકરી માટે અહીંયા ભણવું એ જ એનું મુખ્ય કામ. બાકીની વાતોમાં ક્યાંય જરા અમથી મગજમારી પણ નહીં કરે. અહીંથી પણ નિરાશા મળતા મુખીજીની ચિંતા વધી. હવે આટલા મોટા શહેરમાં અવધિને શોધવી તો ક્યાં શોધવી