આઇસોલેશન''મહામારી એક વરદાન''આજકાલના ટ્રેન્ડિંગ વિષયમાં કોરોના નામની મહામારી અને એમાંથી પસાર થઈ ચૂકેલા દર્દીઓ તથા એમની સાથે રહેતા કુટુંબીઓની આપવીતી મુખ્ય છે. શરૂઆતમાં આ બીમારીમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ હતું, નાની ઉંમરના બાળકો તથા મોટી ઉંમરના વડીલો માટે આ જંગ જીતવી લગભગ અશક્ય હતી. ધીમે ધીમે ડોક્ટરો અને સાયન્ટિસ્ટના સહિયારા પ્રયત્નોથી હવે કોરોનાના દર્દીઓને તેમના ઉપચારમાં તેમજ નાણાકીય વ્યવસ્થામાં ઘણેખરે અંશે રાહત થઈ ચૂકી છે.હું પણ આમાંથી પસાર થઈ ચૂકી છું. ના, ના એટલે મને કોરોના નથી થયો. મમ્મી-પપ્પા, બે ભાઈ-બે ભાભી એમના ચાર બાળકો અને હું...અમારા આ બહોળા કુટુંબમાં સૌથી પહેલા મમ્મીને તાવ આવ્યો. ખબર ના પડી કે કોના