રાજકારણની રાણી - ૩૮

(66)
  • 5.7k
  • 3
  • 3.1k

રાજકારણની રાણી મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૮ધારાસભ્યના પદ પર સુજાતા બિનહરિફ ચૂંટાઇ આવી હતી. એનો ઉત્સવ મનાવવાની તેણે ના પાડી દીધી હતી. આખા રાજ્યમાં 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) ના બીજા ઉમેદવારો જીતી જાય અને પક્ષની સરકાર બનવા માટે બહુમતિ મળે એટલી બેઠકો આવે એ પછી તે ઉજવણી કરવા માગતી હતી. અને ઉજવણી અનોખી રીતે કરવા માગતી હતી. તે પોતાના જીતની ઉજવણી નહીં પ્રજાએ જે સન્માન આપ્યું એની કદર કરવા માગતી હતી.જનાર્દન કહે:"બેન, આપણે એક નાનો કાર્યક્રમ રાખીને આપની જીતની ઉજવણી કરી શકીએ?"સુજાતા કહે:"આ જીત માત્ર મારી કે તમારી નથી. આ વિસ્તારના એક-એક મતદારની છે. જો ચૂંટણી યોજાઇ હોત અને હું