પાર્ટ -૭નીતા રોશની અને પ્રવીણ ના પ્રથમ મિલનની વાત અભય સિંહને જણાવે છે ત્યાં જ એક પોલીસ કોન્સ્ટેબલ હાથમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ લઈને કેબિનમાં પ્રવેશે છે. અને અભયસિંહ ને સેલ્યુટ કરીને જણાવે છે કે " સર આ રોશની મર્ડર કેસનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે. પોસ્ટમોર્ટમ કરતા જાણવા મળ્યું છે કે રોશનીને પ્રથમ માથામાં કોઈ ધારદાર વસ્તુ વાગવાથી તે બેહોશ થઈ ગઈ હશે. ત્યારબાદ તેને તકિયા વડે તેનું મોઢું દબાવવાથી શ્વાસ રૂંધાવા થી તેનું મૃત્યુ થયું છે. સર રૂમમાં મળેલા ફિંગર પ્રિન્ટ ત્રણ અલગ-અલગ વ્યક્તિના છે જેમાં એક ફિંગર પ્રિન્ટ તો રોશનીના છે જ્યારે બીજા ફિંગર પ્રિન્ટ કદાચ પ્રવીણ ના હોય શકે". અને ત્રીજા