આગે ભી જાને ના તુ - 20

  • 3.1k
  • 954

પ્રકરણ - ૨૦/વીસ ગતાંકમાં વાંચ્યું..... વલ્લભરાયની મુલાકાત ખીમજી પટેલ સાથે થાય છે, ખીમજી પટેલ વલ્લભરાય પાસેથી કમરપટ્ટો પાછો માંગે છે એના માટે પંદર દિવસની મહેતલ આપે છે અને જો કમરપટ્ટો પાછો ન મળ્યો તો પરિવારની સલામતી જોખમાવાની ધમકી આપે છે. લાજુબાઈને કોઈ એમનો પીછો કરતો હોવાનું લાગે છે. ઘરે વલ્લભરાય અને નિર્મળા વચ્ચે અનંતના લગ્ન માટે ચર્ચા થાય છે. હવે આગળ....... સવારે ઉઠ્યા ત્યારથી નિર્મળા ખુશ દેખાઈ રહી હતી. એ કશુંક ગણગણતી ચા નાસ્તો લઈ આવી અને વલ્લભરાયની બાજુમાં બેઠી. "કહું છું, આપણો અનંત પાછો આવે એટલે આપણે એના માટે છોકરી શોધવાનું કામ શરૂ કરી દઈએ. આપણા જયસુખમામા છે ને