31. આલોક શર્માનાં ગુમ થયાનાં એક વર્ષ બાદ. સમય : સવારનાં 10 ક્લાક. સ્થળ : વિકાસ નાયકનું ફાર્મહાઉસ. વિકાસ નાયક પોતાનાં ફાર્મહાઉસ ખાતે આવેલ પોતાની ઓફિસમાં બેસેલ હતો, અને ટેબલ પર રહેલાં લેપટોપમાં પોતાનુ કામ કરવામાં વ્યસ્ત હતો, બરાબર તે જ વખતે તેની સામે રહેલ ટેબલ પરનો ઈન્ટર કોમ ફોનની ઘંટડી વાગે છે. આથી વિકાસ નાયક ઈન્ટરકોમ ફોનનું રિસીવર પોતાનાં કાન પાસે રાખીને ભારે અવાજે બોલે છે. "હેલો !" "સર ! તમારા નામે કોઈ એક કુરિયર આવેલ છે. જેનાં પર આપણાં આ ફાર્મહાઉસનુ સરનામું લખેલ છે, જ્યારે મોક્લનાર જર્મનીથી કોઈ "ચાર્લ્સ જોસેફ" છે. અને આ કુરિયર બોયે મને એવું જણાવ્યુ