29. (શિવરુદ્રા અને તેનાં સાથીઓ ભગવાન નટરાજની મુર્તિને પોતાનાં મુળ સ્થાને ફરીથી સ્થાપિત કરવાં માટે ભેગા મળીને ઉચકાવવાં જાય છે. બરાબર એ જ સમયે કોઇ વ્યક્તિ તેઓ પાસે મદદની યાચનાં કરી રહી હોય તેવો અવાજ સંભળાય છે. ત્યારબાદ તે લોકોને ખ્યાલ આવે છે કે તે અવાજ બીજા કોઈનો નહી પરંતુ આલોક શર્માનો જ હતો. આ બાબતની ખાતરી કર્યા બાદ જ તેઓ આલોકશર્માને પેલી અંધકારમય અને ડરામણી ગુફામાંથી દોરડાની મદદ વડે બહાર નીકળવામાં મદદ કરે છે. ગુફામાંથી બહાર આવ્યાં બાદ આલોક, શિવરુદ્રા અને તેનાં બધાં સાથી મિત્રોનો સહર્દય ખુબ ખુબ આભાર માને છે. ત્યારબાદ આલોક તેઓનાં મનમાં હાલ જે કંઈ મુંઝવણો