26. (શિવરુદ્રા, શ્લોકા અને આકાશ ડેવીલમાઉથ વાળી ગુફામાં ફસાય જાય છે. ત્યારબાદ તેઓની નજર સમક્ષ ચારેબાજુએ માત્રને માત્ર વાદળો જ દ્રશયમાન થઈ રહ્યાં હતાં, એવામાં આકાશને કોઇ પૌરાણિક પુલ હોવાનાં અવશેષો મળે છે. ત્યારબાદ તેઓ પેલી પૌરાણિક પુસ્તકમાં રહેલ કોયડો ઉકેલે છે. આ સાથે જ તેઓની નજર સમક્ષ લાકડાંનો એક પુલ આપમેળે આવી જાય છે. બરાબર એ જ સમયે તે લોકો સાથે અમુક ડરામણી ઘટનાઓ ઘટે છે. આકાશ અને શિવરુદ્રા સફળતાપુર્વક પુલ પાર કરી લે છે, પરંતુ શ્લોકા થોડી પાછળ રહી જાય છે. એ જ સમયે એ લાકડાનાં પૂલમાં લાગેલ આગ વિકરાળ સ્વરુપ ધારણ કરી લે છે. આથી શિવરુદ્રા એકપણ