25. સમય : સવારનાં દસ કલાક સ્થળ : મહારાજા હર્ષવર્ધનનો રાજખંડ. મહારાજા હર્ષવર્ધન પોતાનાં રાજખંડની આગળની તરફ આવેલાં ઝરૂખામાં રહેલાં આસન પર બેસેલાં હતાં. આસન પર બેસીને તેઓ હાલ કોઈ ગહન વિચારોમાં ખોવાયેલાં હતાં. તેઓ મનોમન વિચારી રહ્યાં હતાં કે, શાં માટે મહારાણી સુલેખાએ પોતાની સાથે આવો વિશ્વાસઘાત કર્યો હશે ? શું મહારાણી સુલેખા ખરેખર દોષી હશે ? કે પછી તેણે કોઈનાં દબાણવશ થઈને આવું પગલું ભર્યું હશે ? શું મહારાણી સુલેખા આજીવન કાયમિક માટે મૂર્તિ બનીને જ રહેશે ? શું પોતે પેલો દિવ્ય, તેજસ્વી અને ચમત્કારી “રુદ્રાક્ષ” ને પ્રિન્સ પ્લૂટોથી બચાવવામાં સફળ રહેશે ? જો એ દિવ્ય રુદ્રાક્ષ પ્રિન્સ