21. આજથી લગભગ છસો દસ વર્ષ પહેલાં. સ્થળ : સૂર્યપ્રતાપગઢ. સમય : વહેલી સવારનાં નવ કલાક. સુર્યપ્રતાપગઢ આજે સોળે કળાએ ખીલી ઉઠયું હોય તેવું લાગી રહ્યું હતું, જાણે આખે આખું ગામ કુદરતનાં રંગે રંગાય ગયું હોય તેવું લાગી રહ્યું હતું. હાલ ચોમાસા દરમ્યાન પડેલાં ધોધમાર વરસાદને કારણે નદીઓ, નાળાઓ, બંધો અને ઝરણાઓમાં જાણે નવો પ્રાણ ફૂંકાય ગયો હોય તેમ નવાં જુસ્સા સાથે ખિલખિલાટ કરતાં વહી રહ્યાં હતાં. સુર્યપ્રતાપગઢની ફરતે આવેલાં ડુંગરોએ જાણે લીલા રંગની ચાદર ઓઢી લીધેલ હોય, તેમ ચારે કોર મનમોહક અને આંખોને ઠંડક પહોંચાડે તેવી હરિયાળી છવાય ગયેલ હતી. જ્યારે આ બાજુ સૂર્યપ્રતાપ મહેલની રાજસભામાં બધાં જ રાજાઓ,