13. (શિવરુદ્રા શ્લોકાએ આપેલ રાજા હર્ષવર્ધનનો ફોટો જોઈને ખુબ જ નવાઈ પામે છે, કારણ કે પોતાનો ચહેરો આબેહૂબ રાજા હર્ષવર્ધન સાથે મળતો આવતો હતો, આ ઊપરાંત તેની સાથે સૂર્યપ્રતાપ મહેલે ઘટેલ રહસ્યમય ઘટનાઓ અને "ક્રિસ્ટલ આઈ" વગેરે રહસ્યોથી શિવરુદ્રા હાલ ચારેબાજુએથી ઘેરાયેલ હતો, આ રહસ્યોનો કોઈ ઉકેલ મળી રહ્યો ન હતો, આથી શિવરુદ્રા વિચારે છે કે પોતે પેલાં અઘોરીબાબાને મળ્યો એ પછી જ આ બધી ઘટનાઓ પોતાની સાથે ઘટી રહી છે, માટે પેલાં અઘોરીબાબા જ પોતાને આ બધાં ગાઢરહસ્યોમાંથી બહાર નીકળવા માટેનો કોઈને કોઈ રસ્તો જરૂર બતાવશે...જ...તે - આવા વિચાર સાથે શિવરુદ્રા શ્લોકા, આકાશ અને ડ્રાઇવર વિનોદભાઈ સાથે જૂનાગઢ પહોંચે