7. (શિવરુદ્રા અમદાવાદથી ગાંધીનગર ખાતે આવેલ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી ખાતે પહોંચે છે, અને ત્યાં તે મિ.સુનિલ યાદવને મળે છે, જેઓ ડિપાર્ટમેન્ટનાં હેડ હતાં, ત્યારબાદ સુનિલ યાદવ શિવરુદ્રાને સૂર્યપ્રતાપગઢ ખાતે પોતાની ફરજ બજાવવા માટે નિયુક્ત કરે છે, ત્યારબાદ શિવરુદ્રા પોતાનો અપોઈન્ટમેન્ટ લેટર લઈને ટેક્ષી દ્વારા સૂર્યપ્રતાપગઢ ખાતે જવાં માટે રવાનાં થાય છે, થોડીવારમાં શિવરુદ્રા સૂર્યપ્રતાપગઢ ખાતે પહોંચી જાય છે, સૂર્યપ્રતાપગઢમાં પ્રવેશતાની સાથે જ શિવરુદ્રાની નજર ગામની બહાર આવેલ વર્ષો જૂની હવેલી પર પડે છે, જે રાજવંશી પરિવાર દ્વારા નિર્માણ પામેલ હતી, પરંતુ હાલ તે જર્જરીત હાલતમાં હતી, ત્યારબાદ શિવરુદ્રા પોતાનાં સેન્ટરે પહોંચે છે, જ્યાં તેનું અન્ય કર્મચારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવે