મારી વ્હાલી માતૃભાષા

  • 4.5k
  • 1.1k

મારી વ્હાલી માતૃભાષા... મારી ગુજરાતી ભાષા તને ચાહું છું. કેમ છે તું? હા અહીં ગુજરાત માં તો તું મજામાં જ હોય.. તને તો હું માં ના ખોળા માં જ બોલતા શીખ્યો છું. બહુ જ વાતોડિયો હતો. નાનો હતો ત્રણેક વર્ષ નો ત્યારે એક મિનિટ પણ ચૂપ ના બેસતો.. ગામડે મારા દાદા પ્રેમજીબાપા ના નાના ભાઈ રવજીબાપા મને રમાડવા એમના ઘેર લઇ જતા અને હું મારી વાતો થી સહુ નો વ્હાલો થઇ જતો. રવજીબાપા મારી વાતો સાંભળી કહેતા.. "આપણા કુટુંબ માં આ છોકરો મોટો થઇ ને ગામ નો સરપંચ થાશે." રવજીબાપા તો નથી એમના બે દીકરા એટલે કે મારા બે