હસતું મન તો હસતું તન!

  • 1.4k
  • 256

ચિત્રકારોએ સિકંદરનાં અનેક ચિત્રો દોર્યાં હશે અને શિલ્પીઓએ અનેક શિલ્પ પણ બનાવ્યાં હશે. કોઈએ સિકંદરનું રડતું ચિત્ર કે ઉદાસ શિલ્પ બનાવ્યાનું જાણ્યું નથી. વિજેતાને રૂદન અને ઉદાસી શોભે જ નહિ. વિજેતાનો ચહેરો હંમેશાં હસતો જ હોય. બીજી રીતે કહીએ તો રોતલ માણસ કદી વિજેતા બની શકે જ નહિ. જેણે પોતાની પ્રકૃતિને રોતલ બનાવી દીધી હોય એને વિજય ભૂલથી પ્રાપ્ત થઈ જાય તોય એ એને પચે નહિ. વિજયનું એક આગવું અને અલાયદું સ્મિત હોય છે. રોતલ ચહેરા પર એ સ્મિત માટે તસુ પણ જગ્યા હોતી નથી. એથી જ રોતલ માણસથી વિજય પણ દૂર જ ભાગે છે. હસતો