જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-આઠમું/૮હજુ વિમાસણની ભૂલભુલૈયાથી વિચારવૃંદમાં ભૂલો પડે ત્યાં જ.... મોબાઈલ રણક્યો..સ્હેજ ઝબકી સ્ક્રીન પર આરુષીનું નામ નજરે પડતાં સસ્મિત કોલ રીસીવ કરતાં બોલ્યો..‘હાઈઈઈઈ...’‘તું ક્યાં છે ? સ્હેજ નારાજગી સાથે ગુસ્સાના ટોનમાં આરુષીએ પૂછ્યું...‘એટ માય હોમ. કેમ ? ‘પૂછી, શકું ક્યારે આવ્યો ? પ્રકોપ પુર આગળ પાળ બાંધતા આરુષીએ પૂછ્યું‘આજે સાંજે.’ દેવ બોલ્યોબન્ને આંખો બંધ કરી ઊંડો શ્વાસ ભરી...ગુસ્સાને ગળી જતાં આરુષીએ પૂછ્યું..‘મુકાલાત.... અરે.. સોરી, મુલાકાત માટે ક્યારનો સમય આપે છે ?મનોમન હસતાં દેવ બોલ્યો.. ‘ટ્વેંટી ફોર બાય સેવન.. બંદા આપકી ખિદમત મેં હાજીર હૈ.. જબ તુમ કહો તબ.’‘ઓયે.... મેં મુકાલાત માટે સમય માંગ્યો, માખણ મારવા માટે નહીં સમજ્યો. અને આ