જીસ્મ કે લાખો રંગ - 3

(73)
  • 7k
  • 4
  • 3.8k

જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-ત્રીજું-૩આજે દેવ આરુષીની બીજી મુલાકાત હતી..દેવ અને આરુષી, માત્ર નામથી પરિચિત બન્ને અજનબીની એ મધ્યરાત્રીની અણધારી પ્રથમ મુલાકાતના ત્રણ દિવસ બાદ... ફરી એ જ સમય અને સ્થળ, બેન્ચ પર બેસી, સાથળ પર નોવેલ ટેકવી ટેકવી દેવ ચુપચાપ, કાચી કુંવારી તરુણીના ઉછળતાં ઉન્માદ જેવાં સમંદરના મોંજાની મસ્તીને મનોમન મમળાવતો હતો ત્યાં જ....થોડે દુર કાર પાર્ક કરી પાછળથી બિલ્લી પગે દેવની સાવ નજદીક આવી આરુષી બોલી..‘એય દોસ્ત...ક્યા મુજે તુમ્હારી તન્હાઈ મેં શરીક હોને કી ઇઝાઝત હૈ ? અદ્દલ ફરી એ જ મુલાકાતનું આટલા ટૂંકા સમયગાળામાં આબેહુબ પુનરાવર્તન થશે તેનું દેવને અંશ માત્ર અનુમાન નહતું, એટલે સ્હેજ ચોંકી ઉઠતાં ચહેરા પરના વિસ્મયકારક