'જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-પહેલું/૧મુંબઈ....સમય વ્હેલી પરોઢના ૬:૩૫ નો અતળ અને વિશાળ અરબી સમુદ્રના ઉછળતાં મોજાંઓ પર જયારે દ્રષ્ટિ સીમાંકનના પેલે પાર ક્ષ્રિતિજના છેડેથી સૂર્યએ સ્હેજ ડોક્યું કરતાં પડેલાં પ્રથમ કિરણો થકી સુવર્ણ પ્રભાતના તેજ, તાજગી અને તરવરાટના સંતુષ્ઠીની અનુભૂતિ અને ઉષ્માની પરોઢને એ પ્રોઢ વાગોળે એ પહેલાં....‘ચાચા.. આપકી ચાય.’ સામેના ક્રોસ રોડના કોર્નર પર ફૂટપાથને અડીને આવેલી ચાની ટપરી પરથી ચાય લઈ આવેલો ચાલીસ વર્ષનો યુવક ચાયનો ગ્લાસ પ્રોઢના હાથમાં આપતાં બોલ્યો.દરિયા કિનારે બેન્ચ પર બેસેલાં પ્રોઢ ધ્રુજતાં હાથે ચાયનો ગ્લાસ ઝાલી, સસ્મિત યુવકના ગાલે સ્હેજ વ્હાલથી ટપલી મારતાં કાંપતા સ્વરે બોલ્યાં,‘આઆ...આજ ઇતને સાલ હો ગયે.. પર ફિરભી...સુરજ કી પહેલી કિરન નિકલને