કોમન પ્લોટ - 2

(11)
  • 4.3k
  • 1
  • 1.4k

વાર્તા- કોમન પ્લોટ (2) લેખક- જયેશ એલ.સોની- ઊંઝા મો.નં.9601755643 બપોરના બાર વાગ્યા હતા.હજીતો રતનભાઇએ પહેલો કોળિયો મોઢામાં મુક્યો હતો ત્યાં તો નોકર કહેવા આવ્યો કે સોસાયટીના એક વડીલ આપને મળવા આવ્યા છે.રતનભાઇએ તેમને અંદર લાવવા કહ્યું.વડીલ અંદર આવ્યા.રતનભાઇએ જોયું તો તેમનો ચહેરો ઉદાસ અને તણાવગ્રસ્ત હતો.વડીલે રતનભાઇને નમસ્તે કર્યુ અને કહ્યું કે તમે શાંતિ થી જમી લો.મારે ઉતાવળ નથી હું તો નિવૃત છું.