વધેલા ભાતની ઈડલી

(22)
  • 8.6k
  • 3
  • 2.6k

*વધેલાં ભાતની ઈડલી* ખાના ખજાના..... ૧૫-૭-૨૦૨૦ બુધવાર....આપનાં સાથ સહકાર અવિરતપણે મને મળતો રહે છે એ માટે દિલથી ખુબ ખુબ આભાર માનું છું બધાનો... તમારાં સાથ સહકાર થી જ હું નિતનવુ લખી શકું છું...એટલે જ આપની સમક્ષ વધેલા ભાતની ઈડલીની રેસિપી લઈને આવી છું...આ રેસિપી મારાં પપ્પા એ મને શિખવાડી હતી...એક વખત અમારે ઘરે અમદાવાદ થી આણંદ ઉનાળામાં મારાં કાકા,કાકી નો આખો પરિવાર રેહવા આવ્યો તો રસ,પુરી, શાક,દાળ,ભાત બનાવ્યું હતું... પણ બધાં રસ, પુરી પર જ તૂટી પડ્યા તો દાળ,ભાત પડી રહ્યાં એટલે સાંજે મારાં પપ્પા એ વધેલા ભાતની ઈડલી બનાવી અને દાળમાં ડુંગળી નાખીને સાંભાર બનાવી દીધો...તો બધાંએ વખાણી ને ખાધું...