કોમન પ્લોટ ના બાંકડે

  • 5.7k
  • 1.3k

હેલો કલ્પના .... કેમ છે તું....? આવ આપણે કંઈક લખીએ.. રાત્રી નો એક થયો.. ને સાલી આ ઊંઘ વેરણ થઇ. ઉઠ્યો. પાણી પીધું અને હિંચકે બેઠો. નીરવ શાંતિ.. ક્યાંય કોઈ અવાજ નહિ. થોડીવાર આંખો મીંચી બેસી રહ્યો... ગમ્યું અને પછી ફોન લઇ પ્રતિલિપિ ખોલી વાર્તા વાંચી. કવિતાઓ વાંચી લેખક લેખિકા મિત્રો ને પ્રતિભાવો લખ્યા. ત્યાંતો ઠંડી હવા ની લહેરખી આવી. ઘર ની સામે ઉભેલા બે આસોપાલવ ને એક બોરસલ્લી ઝૂમ્યા.. ખરી ગયેલા પાંદડા ઓ ની સરસરાહટ.. મારા મન માં સરસરાહટ જગાવી ગઈ. વૃક્ષો ના થડીએ ઘડીક હાથ ફેરવ્યો અને હું કોમન પ્લોટ ના બાંકડે આવી ને બેઠો. આ એજ બાંકડો