રેડ સિગ્નલ

(77)
  • 6.2k
  • 5
  • 1.8k

' રેડ સિગ્નલ '‘એલા....ભલા માણહ તને મેં તયણ વખત કીધું કે, તું આ ઓફિસની દરવાજા સામે ખોડાઈને બેસ માં. આ જરા ઓલા બાંકડે જઇને છેટો બેસ ને.’દસ મિનીટથી ગલોફામાં ઠુંસી રાખેલા પાનના રસાસ્વાદને ખુરશી પાસેની કચરા ટોપલીની પડખે મૂકલી તૂટેલી થુંકદાનીમાં રીતસર કોગળાની માફક ઓકતાં ઘનશ્યામ મહેતા તાડૂક્યા....ઘનશ્યામ મહેતા...રતનપુર રેલ્વે સ્ટેશનના આસીસ્ટન્ટ સ્ટેશન માસ્તર.. નિવૃતિના છેલ્લાં બે વર્ષના આરે પહોંચેલા ઘનશ્યામ મહેતાને જોબ જોઈન કરી ત્યારથી એક જ ઈચ્છા હતી કે, નિવૃત થતાં પહેલાં એકવાર સ્ટેશન માસ્તરનું પ્રમોશન લઈને જ રીટાયર્ડ થવું છે. તેના ઘણાં જુનિયર્સ ખાતાકીય એકઝામ્સ આપી અને ખાતા પીતા અધિકારીઓને ખુશ કરીને બઢતી મેળવી ચુક્યા હતાં.પણ દસ