કલંક એક વ્યથા...2આગળના ભાગમાં આપણે બિંદુની મનો વ્યથા સાંભળી,હવે આગળ.....આજ સવારથી બંસી મને બહુ યાદ આવી હતી. એનો ચહેરોમારી નજર સામેથી હટતો ન હતો. હું અને બંસી જુડવા બહેનો, એ મારાથી પાંચ મીનીટ મોટી હતી. અમારી વચ્ચેકોઈ અજાણી વ્યકિત તો એક પણ તફાવત કહી શકે,એટલાઅમે બંને સરખા દેખાતા હતા. હા..! પણ સ્વભાવ અને રેહણીકરણીથી સાવ જુદા હતા. અમારા દેખાવમાં એક સામાન્ય તફાવત એ હતો,કે એ મારા કરવા થોડી રૂપાળી વધારે હતી. હું શ્યામ વર્ણની હતી. બંનેની આંખો આછી કોફી અને અણીયાળી, વાળ એકદમ લાંબા અને કાકા,બંને લાંબો ચોટલો સરખોજ વાળતા. કમરથી નીચે લટકતા ચોટલા લઈ બહાર નીકળીયે ત્યારે પાછળથી તો