આગે ભી જાને ના તુ - 19

  • 3k
  • 1.2k

પ્રકરણ - ૧૯/ઓગણીસ ગતાંકમાં વાંચ્યું..... ખીમજી પટેલ વ્યવસાયિક કામ અંગે વડોદરા આવે છે જ્યાં અનાયાસે એમની મુલાકાત વલ્લભરાય પારેખ સાથે એમની પેઢી પર થાય છે. ખીમજી પટેલ વલ્લભરાયને કમરપટ્ટા અંગે પૂછપરછ કરે છે પણ વલ્લભરાય પોતાની પાસે કમરપટ્ટો હોવાનો ઇનકાર કરે છે. ખીમજી પટેલના પરત જતાં પેઢીએ લાજુબાઈ આવે છે અને વલ્લભરાય એને સાંજે ખીમજી પટેલને મળવા જવાના હોવાનું કહે છે.... હવે આગળ...... "આટલી સુરક્ષિત જગ્યાએ મુકેલો કમરપટ્ટો આખરે ગયો ક્યાં"? કોણે ચોર્યો હશે?" લાજુબાઈને લાગેલા જોરદાર ઝટકાની કળ ધીમે ધીમે વળી રહી હતી. " આટલા વર્ષોમાં નથી વલ્લભશેઠ વડોદરા છોડીને ક્યાંય ગયા કે નથી એમના ઓરડામાં કોઈ બહારી વ્યક્તિ