બહારથી દેખાતું નાનું વૃક્ષ જેમ મૂળમાં વિવિધ મૂળિયાં ધરાવે છે તેમ માનવીનું મન સપાટી પર દેખાતી મનોસ્થિતિની સાથે સ્મૃતિના પડળમાં અનેક વેદના-સંવેદના ના લટકતા છેડાઓ સાથે જીવે છે અને પોતાના મનમાં આ સારા કે ખરાબ પ્રસંગો પ્રથમ પંક્તિમાં આગળ આવવા સ્પર્ધા કરે છે. અનેરી ની જાણે ઈશ્વર કસોટી કરવાની શરૂઆત કરે છે ચિંતનભાઈ તો જાણે ભૂતકાળમાં જ જીવવા માગે છે ભવિષ્ય તો તેમની સામે પથારીમાં છે બંને જણા શિલ્પા અમુક સ્થિતિમાં કેમ વર્તન કરે તે વિચારી પોતાની જાતને સાચવી લે છે ડોક્ટર રવિન્દ્ર અઠવાડિયામાં એક વખત આવી શિલ્પાબેન ને દિલાસો આપી જાય