મારો સાન્તાક્લોઝ

  • 5.1k
  • 1.2k

દર વર્ષે ૨૫મી ડિસેમ્બર નાતાલ નજીક આવતી જાય તેમ તેમ કોણ જાણે કેમ સાન્તાક્લોઝ જોવાની તરસ વધતી જાય છે! બાળપણમાં તો મને આ સાન્તાક્લોઝ માટે બહુ એલર્જી હતી. એવી એલર્જી કે મમ્મી-પપ્પા, આ દિવસોમાં બહાર ફરવા જવાનું કે શોપીંગ કરવાનું નામ લે તો પણ મારો ઉગ્ર વિરોધ ચાલુ થઈ જતો. મારી એલર્જી છાના ખૂણે ભરાયેલી હતી એટલે વિરોધનું કારણ પૂછે તો પણ કહી શકતો નહિ. આ એલર્જી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ક્યાં ભાગી ગઈ છે ને વળી સાન્તાક્લોઝના પ્રેમમાં એવી પલટાઈ ગઈ છે કે મને એના કારણનો તાળો જડતો નથી. સાન્તાક્લોઝ એટલે તમને ગમતી વસ્તુ આપનારો દેવદૂત એવી તો ખબર હતી