શહેરમાં ફૂટપાથ હજી હમણાં સરકારે નવી બનાવી. કમાલની સરકારી નિતી હોય છે, પહેલાં રસ્તો પહોળો કરશે, પછી તેમાં નવા રસ્તા પર ભુલી ગયાના નાટક એટલે નવી ગટર લાઈન! એ પત્યું ના પત્યું ત્યાં ઇલેક્ટ્રિક વાળા ને પછી ટેલીફોન લાઈન વાળા ને ત્યાં પાણી ની લાઈન આમ ને આમ નવા રસ્તા બન્યાં પછી લગભગ એક વર્ષે જો ત્યાંથી મોટા પ્રધાનમંત્રી પસાર થવાના હોય તો નસીબ કે રસ્તો થઈ જાય, બાકી રાહ એક વરસ તો જોવી પડે. નવી બની રહેલી ફૂટપાથ પર ત્રણ મિત્રો જઈ રહ્યાં હતાં. રસ્તો સાંકડો અને ફૂટપાથ માં બધે ખાડા ખોદ્યા હતાં. કયાંક નવી ફૂટપાથ બની ને કયાંક બાકી