સહ્રદયતા

(12)
  • 2.5k
  • 1
  • 730

સહ્યદયતા[દિપક એમ. ચિટણીસ (dchitnis3@gmail.com)]રેલવેની પ્લેટફોર્મ ટિકિટ લઈ હું ઉતાવળે ઉતાવળે ચાલતો જતો હતો. કારણ કે મારી પાછળ એક સાત આઠ વર્ષ નો ભિખારી જેવો બાળક, એ સાહેબ, એ સાહેબ કહી મારી પાછળ દોડતો હતો. હું મારી સ્પીડ વધારતો જતો હતો. તેમ તેમ તે બાળક પણ.....ઓ....ઓ સાહેબ ઉભા તો રહો..કહી બુમ પાડે જતો હતો. હું મનમાં ને મનમાં ખિજાતો, તેને ગાળો આપતો હતો. આ ભિખારી ની જાત. એક ને આપો તો દસ પાછળ પડે હું થાકી ને ઉભો રહી ગયો, અને જોર થી બોલ્યો ચલ અહીં થી જાવું છે કે પોલીસ ને બોલવું ? ક્યાર નો સાહેબ, સાહેબ કરે છે .લે આ ૧૦ રૂપિયા હવે જતો રહે. મેં ખીસ્સામાંથી પાકીટ કાઢી ૧૦ની નોટ કાઢવા પ્રયત્ન કર્યો, પણ જોયું તો મારુંપાકીટ જ ગાયબ. હું તો મૂંઝાઈ ગયો. હમણાં જ એ.ટી.એમ માંથી રૂપિયાઉપાડેલ તે રૂપિયા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ બધું જ અંદર હતું. સાહેબ...પેલો બાળક બોલ્યો.અરે ..સાહેબ...સાહેબ શું કરે છે ક્યારનો ? મેં ઉંચા અવાજે કિધુ.બાળક