વરસાદની રાત

(15)
  • 3.1k
  • 2
  • 984

વરસાદી રાત હતી એ પહેલી.. એ આખા ગામનો રેઢિયાળ જ ગણાતો. ભટકે ને માન દેખે ત્યાં ટપકે. આખા ગામની નસનો એ જાણકાર. જરાય માન નહીં કે સ્વમાન નહીં. થુંકેલું ચાટવું કે ચાટેલું થુંકવુ એ બધું સરખું એને મન તો..ગરાસિયા ગામનો એ રખેવાળ જેવો. જગલાની મા એ કુવો પુર્યો. એ કુવો ચાર ભાઈઓના ફળિયાની વચ્ચોવચ હતો. માજી નહોતા એકલા કે નહોતા કોઈ ભેળા. ચાર હાથણી જેવી વહુવારૂઓ સાચવે સમાજની નજરે. બાકી તો સમાજ જાણતો હતું સઘળું. ઢોરનો વાડો નાનકાને ભાગ આવ્યો. એમાં ડખા થતા ભારે. નકકી કર્યું માજી મરે પછી એ ઢોરનો વાડો નાનકાનો ત્યાં સુધી સહિયારો.